થિન્ક લાઈક ચાણક્ય ઇન્વેસ્ટમેન્ટ લાઈક ગ્રાહમ એન્ડ બફેટ

₹230   ₹250(8% off)

₹232.3 (including 1% GCC સહાય ફંડ)

INDEX :

આ પુસ્તકમાં લેખકોએ ચાણક્યના નીતિ શાસ્ત્રમાંથી મહત્ત્વના બોધપાઠ લઈને


સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટિંગમાં તેનું મહત્ત્વ સમજાવવાનો અને બેન્જામીન ગ્રાહામ


તથા વોરેન બફેટના વેલ્યૂ ઈન્વેસ્ટિંગના સિદ્ધાંતો સાથે તેનો સમન્વય કરવાનો


પ્રયાસ કર્યો છે અને તેના દ્વારા રોકાણકારોને શેરબજારમાં રોકાણ કરીને


કમાણી કરવાનો મંત્ર શીખવવાનો પ્રયાસ કર્યો છે.


એક સામાન્ય રોકાણકારને પણ ઈન્ટેલિજન્ટ ઈન્વેસ્ટર બનવામાં અને લાંબા ગાળે અઢળક સંપત્તિનું સર્જન કરવામાં આ પુસ્તક મદદરૂપ બનશે.


"સ્ટોક માર્કેટ” શબ્દનો ઉલ્લેખ થતા જ આપણા મગજમાં વેલ્થ-સંપત્તિ-રૂપિયા- નાણાં દેખાવા લાગે છે. તેનું કારણ એ છે કે આપણે હંમેશા એ જાણીતી કહેવત સાંભળી છે કે “સંપત્તિનું સર્જન કરવા માટે ઈક્વિટી એ શ્રેષ્ઠ એસેટ ક્લાસ છે.”


ઈક્વિટી માત્ર ફુગાવા સામે સંપત્તિનું રક્ષણ કરે છે એટલું જ નહીં, પરંતુ રોકાણના અન્ય વિકલ્પો કરતાં પણ વધારે ઊંચા દરથી તમારી સંપત્તિમાં વધારો કરે છે, ચક્રવૃદ્ધિદરે વધારો કરે છે. છેલ્લાં ૩૦ વર્ષમાં ઈક્વિટી (સેન્સેક્સ) માં સરેરાશ વાર્ષિક ૧૫ ટકાના દરે વળતર મળ્યું છે અને ફુગાવાનો દર અંદાજે ૭ ટકા જેવો રહ્યો છે.


જો તમે એક સરળ સલાહને અનુસરો તો સ્ટોક માર્કેટમાં કમાણી કરવી સરળ છે – “નીચામાં ખરીદો અને ઊંચામાં વેચો” અલબત્ત, આ કહેવું સરળ છે, પણ ખરેખર અનુસરવું અઘરું છે.


ઈક્વિટીમાં રોકાણમાં જોખમ પણ છે, કારણ કે આ વોલેટાઈલ એસેટ ક્લાસ છે, મતલબ કે તેમાં ઊતાર-ચઢાવ ખાસ્સા જોવા મળે છે. પરંતુ ડેટા દર્શાવે છે કે જો તમે લાંબા સમયગાળા માટે ઈક્વિટીમાં રોકાણ જાળવી રાખો તો નેગેટિવ રિટર્ન મળવાની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે.


પણ આટલું પૂરતું નથી, સ્ટોક્સમાં રોકાણ કરીને સંપત્તિનું સર્જન કરવા માટે યોગ્ય આયોજન, ધીરજ અને રોકાણ અંગેના સિદ્ધાંતોને અનુસરવા માટેની લાંબા ગાળાની વચનબદ્ધતા હોવી જરૂરી છે. અને અહીં જ મોટાભાગના લોકો નિષ્ફળ જાય છે અને પરિણામે સ્ટોક માર્કેટમાં નાણાં ગુમાવે છે.


સ્ટોક માર્કેટમાં ૯૦ ટકા લોકો નાણાં ગુમાવે છે અને ખાસ કરીને રિટેલ રોકાણકારો તો મોટા ભાગે નાણાં ગુમાવતા જોવા મળે છે.

તેનું કારણ એ છે કે મોટાભાગના લોકો અધૂરા જ્ઞાન સાથે શેરબજારમાં પ્રવેશે છે, તેમાં પણ ઘણાં એવા હોય છે જેમણે બીજા લોકોની સફળ ગાથા સાંભળીને પ્રેરાઈને શેરબજારમાં ઝંપલાવ્યું હોય છે.


આ અધૂરા જ્ઞાનને કારણે તેઓ તેમના મિત્રો, સંબંધીઓ, સહકર્મચારીઓની સલાહ મુજબ કે બિઝનેસ ન્યૂઝ ચેનલમાં આપવામાં આવતા સલાહ-સૂચનો કે ટિપ્સને આધારે સ્ટોક્સ પસંદ કરીને રોકાણ કરી લેતા હોય છે. તેમના રોકાણ અંગેના નિર્ણય પાછળ કયો તર્ક છે તેનો તેઓ વિચાર પણ કરતા નથી.


શેરબજારમાં નુકસાનનું બીજું મહત્વનું કારણ એ છે કે લોકો ફીયર (ભય), ગ્રીડ (લાલચ), અને ઈગો (અહમ) જેવી માનવીય લાગણીઓને આધારે રોકાણ સંબંધિત નિર્ણય લઈ લેતા હોય છે.


સ્ટોક માર્કેટમાં સંપત્તિનું સર્જન કરવું હોય તો સ્ટોક માર્કેટને અસર કરતા વિવિધ પરિબળો વિશે વ્યાપક સમજ કેળવવી જરૂરી છે.


આ પુસ્તકમાં અમે ચાણક્યના નીતિ શાસ્ત્રમાંથી સ્ટોક માર્કેટમાં રોકાણ સંબંધિત કેટલાક બોધપાઠ અને સૂત્રો લીધા છે અને બેન્જામીન ગ્રાહમ તથા વોરેન બફેટના વેલ્યૂ ઈન્વેસ્ટિંગના સિદ્ધાંતો લઈને રોકાણકારોને એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે સ્ટોક માર્કેટમાં ખરા અર્થમાં કેવી રીતે કમાણી કરી શકાય.


આ રીતે આ પુસ્તક ત્રણ મહાન હસ્તિઓ - ચાણક્ય, બેન્જામીન ગ્રાહામ અને વોરેન બફેટના કાલાતીત જ્ઞાન અને સમજ ઉપલબ્ધ કરાવે છે. જો રોકાણકાર તેને અનુસરે તો ચોક્કસપણે લાંબા ગાળે અઢળક સંપત્તિનું સર્જન કરી શકે છે.

More Products