GCC BOOKS STORE: નાણાકીય બજારોમાં પૈસા કમાવા માટે ઉત્તમ તકો મોજુદ રહે છે. એ વાત હકીકત છે કે પૈસા કમાવા માટે આ ઉત્તમ સ્થળ છે. તો પછી કેમ મોટાભાગના લોકો શેરબજારમાં પૈસા ગુમાવી બેસતા જોવાય છે? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટેર્સે ઘણા રોકાણકારો અને ડરોનું નિરીક્ષણ કર્યું. મારા નિરીક્ષણ અને સંશોધન પછી મને સમજાયું કે મોટાભાગના રોકાણકારો કે ટ્રેડર, અધુરા જ્ઞાન અને આવડતના અભાવ સાથે બજારમાં ઝંપલાવે છે. વ્યવસ્થિત વ્યૂહરચનાને અભાવે, તેઓ સ્પષ્ટ નિર્ણયો લેવા માટે અક્ષમ હોય છે, અને માટે આગળ જતા મોટી ભૂલો કરી બેસતા જોવાય છે, જે તેઓ માટે આર્થિક રીતે ખૂબ હાનિકારક સાબિત થઈ શકે છેઆ હક્તિની સમજાતા મેં આ પુસ્તક લખવાનો નિર્ણય કર્યો. મને લાગ્યું કે એક એવું પુસ્તક, એક એવું શસ્ત્ર લોકો પાસે હોય તે જરૂરી છે, જેની મદદથી તેઓ શેરબજારમાં ઉપલબ્ધ તકોનો ઉત્તમ ફાયદો મેળવી શકે. મને એ જરૂરી લાગ્યું કે લોકો એટલા સક્ષમ તો થવા જ જોઇએ કે પોતાની મહેનતની કમાણીને ક્યાં અને કેવી રીતે રોકાણ કરવું તેનો નિર્ણય પોતે લઇ શકે. આ પુસ્તકની શરૂઆત શેરબજારના મૂળભૂત પાયાના જ્ઞાન સાથે થાય છે. જેથી જેઓ શેરબજારમાં નવા છે તેઓ તેને પાયાથી સમજી શકે. આગળ જતા પુસ્તક આપણને ટેક્નીકલ એનાલિસિસ વિષે સુપરિચિત કરાવે છે, જેના પર આ પુસ્તક્નો વિષય કેન્દ્રિત છે. આ પુસ્તકમાં કેન્ડલસ્ટિક ચાર્ટિગની પધ્ધતિ પણ વિસ્તારથી સમાવામાં આવી છે. જેની મદદથી આપણે ચાર્ટને જોતા સાથે શું થઇ રહ્યું છે તેને વધુ સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ અને તેની મદદથી ઘણા ખરીદ અને પંચાણના સંકેતોની આગોતરી જાણકારી મેળવી શકીએ છીએ, જે સમાન્ય પ્રકારના ચાર્ટમાંથી લોકો નથી મેળવી શક્તા. મોટાભાગના રોકાણકારો જ્યારે શેરબજારમાં પ્રવેશે ત્યારે તેઓને જે પ્રશ્નો સતાવે છે તે છે, શું ખરીદવું? કયારે ખરીદવું? કેટલો સમય જાળવવું? અને કયારે વેચવું? આ પ્રશ્નોના હલ આ પુસ્તકમાં ખૂબ સારી રીતે સમજાવ્યા છે. આ પુસ્તકની મદદથી તમે મંદીવાળા અને તેજીવાળા બન્ને પ્રકારના બજારોમાં ઓછામાં ઓછા જોખમ સાથે કાયદો મેળવી શકો છો. આ પુસ્તકમાં દર્શાવેલ ટેકનિકમાં નિષ્ણાત થયા પછી તમારે શું કરવું તે તમારા હાથમાં છે. તમે રક્ષણાત્મક રોકાણકાર હોવ કે આક્રામક, પૈસા કમાવા એતો બધાને ગમે છે, અને આ પુસ્તકનો હેતું એ જ છે કે તમે એટલા સક્ષમ બનો કે નફો એ નસીબનો વિષય નહીં પણ એ તમારી આદત બની જાય. લોકો કહે છે કે શેરબજારમાં સફળ થવા માટે નસીબ જોઇએ, પણ હક્તિ એ છે, કે શેરબજારમાં સફળ થવા માટે જરૂરી જ્ઞાન અને વ્યૂહાત્મક દિમાગ હોવું જરૂરી છે. આટલુ હોય તો નસીબ તો આપો આપ સારા થઈ જાય છે. હવે તમારે કર્યો વિકલ્પ પસંદ કરવો તે તમારા હાથમાં છે. તમે સામાન્ય અજ્ઞાની લોકોના ટોળામાં રહીને પોતાના નસીબને કોસવા કરતા, આ પુસ્તકને વાંચી, આમાં દર્શાવેલ જ્ઞાન અને ટેકનિકને હસ્તગત કરી તેમાં મહારત મેળવી એવા લોકોના જૂથમાં સામેલ થઇ શકો છો જેઓ શેરબજારનો મહત્તમ ફાયદો ઉઠાવીને નફો રળે છે. આવા દિગવિજયી લોકોના જૂથમાં તમારૂ સ્વાગત છે રિવ પટેલ, અમદાવાદ, ગુજરાતમાં સ્નાતક થયા છે. તેઓ ઘણી મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટમાં વિઝિટિંગ કે કલ્ટિ તરીકે જોડાયેલ છે. તેઓ અમદાવાદમાં ટેકનીકલ એનાલિસિસના કોર્સ પણ ચલાવે છે, અને તેઓના શેરબજાર અને ફાઈનાન્સ સંબંઘિત લેખ ગુજરાતના અગ્રણી છાપાઓ જેમકે ચાણક્ય અને ન્યુઝલાઇનમાં આવેછે. આ પુસ્તક દ્વારા તમે હાર્ટનું સફળતા પૂર્વક અર્થઘટન કરતા શીખશો ટ્રેન્ડની સ્થાપના અને ટ્રેન રિવર્સલ કયારે થશે તે નક્કી કરી શકશો અગત્યના ટેકા અને અવરોધના સ્તરોને શોધી શકશો. બેઆઉટ અને બ્રેકડાઉનના નિર્ણાયક તબક્કાઓ જાણી શકશો મને સૌથી મહત્વની વાત તમારે કારે લેલ કરવું, કલા સુધી વેણ જાળવવું, અને ક્યારે વેચવું તેના ઉત્તર તમે ટેકનીકલ એનાલિસિસ અને કેન્ડલસ્ટિક ચાર્ટર્ડના જ્ઞાનની મદદથી જાતે મેળવી શકશો અને દરેક પ્રકારના બજારમાં તમે નફો મેળવી શકશો ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે https://t.me/gccbooksstore/7279