સ્વિન્ગ ટ્રેડિંગ વિથ ટેક્નિકલ એનાલિસિસ

₹250   ₹275(9% off)

₹252.5 (including 1% GCC સહાય ફંડ)

INDEX :https://t.me/gccbooksstore/11982

સ્વિંગ ટ્રેડિંગ એ અમુક દિવસ કે અમુક કેન્ડલની અવધી માટે જેતે ટાઈમ ફ્રેમમાં સોદો ઉભો કરવાની પધ્ધતી છે.


આ પુસ્તક તમને સ્વિંગ ટ્રેડિંગ જે ટુંકાગાળાની ટ્રેડિન્ગ પધ્ધતી તેમાં મહારત મેળવ્વામાં મદદ કરશે.


આ પુસ્તક તમને સ્વિંગ ટ્રેડિંગની ટુંકાગાળાની ટાઇમફ્રેમમાં ક્યારે સોદો દાખલ કરવો, કયાં સુધી સોદો જાળવ્વો, અને કયારે વેચીને બાહર નીકળવું વગેરે જેવા મહત્વના પ્રશ્નો ના જવાબ મેળવ્વામાં મદદ કરશે, જેના થકી તમે જ્યારે પણ સ્વિંગ ટ્રેડિંગ આધારીત સોદો કરો ત્યારે મોટાભાગનો નફો ધરભેગો કરી શકો.


GCC BOOKS STORE, [10/13/2024 1:04 AM]

મોટાભાગના ટ્રેડરને ટુંકાગાળે સોદા કરીને પૈસા કમાવામાં રસ હોય છે. પણ તેઓ એવી કોઈ વ્યૂહરચનાને નથી અનુસરતા જેનાથી તેઓને સતત સારૂ પરીણામ મળે. આવા ટ્રેડર માટે નહિવત જોખમે સારા પૈસા કમાવા માટે સ્વિંગ ટ્રેડીંગ એક ઉત્તમ વ્યૂહરચના છે.


જ્યારે આપણે ટુંકાગાળે બજારમાં સોદા કરીએ છીએ ત્યારે આપણો હેતું, યોગ્ય સમયે સોદો દાખલ કરવો, યોગ્ય સમય માટે સોદો જાળવ્યો, અને યોગ્ય સમયે નફો ધરભેગો કરવા નો રહે છે. સ્વિંગ ટ્રેડિંગની પધ્ધતી આપણને આમ ખુબ આસાનીથી કરવાનો મોકો આપે છે. એટલું જ નહી, આ વ્યૂહરચના એ તકેદારી રાખે છે કે આપણે કોઈ પણ એવી પોઝીશનને જાળવી ના રાખીએ જે પરીણામ ના આપતી હોય, ભલે તે શેર હોય, ઇન્ડેક્ષ હોય, કોમોડીટી હોય કે ફોરેક્સ હોય. સ્વિંગ ટ્રેડિંગમાં ટાઈમને આધારે સ્ટોપલોસનું પરીબળ એ સુનિશ્રિત કરે છે કે આપણે પરિણામ ના આપી શકે તેવી પોઝીશનમાંથી નીકળી જઈએ અને નક્કી કરેલ દિવસોથી વધારે તેને ના જાળવીએ.


એટલા દિવસ રાખવા તેવી કોઈ ચોક્કસ દિવસની ગણત્રી પર તો કોઈ સર્વાનુમત હજી શક્ય નથી બન્યો. પરંપરાગત ધોરણે સ્વિંગ ટ્રેડિંગમાં ૨ દિવસથી લઇને ૭ દિવસ સુધી પોઝીશન જાળવ્વાનું કહેવાય છે. ધણા ૧૦ દિવસ સુધી પણ પોઝીશન જાળવ્વાની છુટ લેતા જોવાય છે, પણ મોટાભાગે આનાથી વધુ દિવસનો સમયગાળો ગણત્રીમાં નથી લેવાતો.


આ પુસ્તકમાં મેં એવી વ્યૂહરચના સમજાવી છે જેમા તમે જયારે સ્વિંગ ટ્રેડિંગને આધારે સોદો કરો ત્યારે તે પોઝીશન તમે ૨થી ૩ દિવસ અને વધુની ગણત્રીથી જ લો છો. પણ વાત જયારે પોઝીશન કેટલા દિવસ જાળવ્વી તેની આવે છે ત્યારે તેનો આધાર કોઇ પુર્વ નિર્ધારીત ચોક્કસ દિવસને આધારે ના હોવો જોઈએ, જયાં સુધી લીધેલ પોઝીશનમાં સાકારાત્મક સુધારાનો દોર ચાલુ રહે. તેનો અર્થ એ થયો કે તમે પોઝીશન ત્યાં સુધી જાળવી રાખો છો જ્યાં સુધી ભાવ પુરી તાકાતથી સુધરતો રહે. તમારે પોઝીશન ત્યારેજ સરખી કરવાની રહે છે જ્યારે ભાવ સુધરવાના બંધ થઈ જાય, અને કોઈ કેન્ડલ આધારીત બાહર નીકળવાનો સંકેત મળે,પેટર્ન, અથવા ટ્રેલિંગ સ્ટોપના અંધારે નીકળવાના સીહળવા મળે. એક લાંબો ટ્રેન્ડ સ્થાપિતર થીકળવાય પછી શેર કોન્સોલિડેશનમાં જાય તે પહેલા તેમાંથી બાહર સુધારો જોવાય પછી ભાવ કોન્સોલિડેશનમાં જઈ જઈ શકે છે. ચોક્કસ દિવસોને આધારે બાહર નીકળવાની વાત ત્યારે જ આવે છે જ્યારે પોઝીશન લઈ લીધા પછી એકાદ સપ્તાહ વિતે છતા તેમાં કોઈ ધાર્યું પરીણામ નથી નીકળતું. આવા સમયે તમને ભલે નફો થતો હોય કે નુકશાન, ટ્રેડરે પોઝીશન વેચી બાહર નીકળી જવું પડે.


આ પ્રકારની ઉપર દરશાવેલ વ્યૂહરચનાને અનુસરીને તમે સુનિશ્રિત કરો છો કે તમે ટુંકાગાળે ઉભા થતા અને અમુક દિવસ ટકતા ટ્રેન્ડનો મહત્તમ ફાયદો ઉઠાવી શકો.


બીજા પ્રકારના ટ્રેડિંગમાં ટ્રેડર જાળવણી માટે કોઈ ચોક્કસ દિવસ નક્કી નથી કરતા. જેથિ તેઓ પડી રહેતી પોઝીશનને ધાર્યા કરતા ખુબ લાંબો સમય જાળવતા જોવા મળે છે. ટ્રેડિંગની વ્યૂહરચનાની આ પ્રકારની ખામીને લીધે મોટાભાગના ટ્રેડરને ખુબ મોટા નુકશાન ભોગવ્વાનું આવે 8.


જે ટ્રેડર સ્વિંગ ટ્રેડિંગની પધ્ધતીને અનુસરે છે તેઓ આ પ્રકારની ભુલ નથી કરતા. સ્વિંગ ટ્રેડિંગમાં ટાઈમ આધારીત સ્ટોપલોસને અનુસરીવાને લીધે આ ટ્રેડિંગ પધ્ધતીમાંથી ઉપર જણાવેલ ખામીને દુર કરવામાં આવી છે, જે ખામી બીજા પ્રકારના ટ્રેડિંગમાં મોજુદ રહે છે.


બજારમાં સચોટપણે ટાઈમીન્ગ કરી શકવું, જેથી યોગ્ય સમયે સોદો દાખલ થાય અને તેમાંથી બાહર નીકળાય તે સ્વિંગ ટ્રેડિંગમાં સરળતાની ચાવી છે.


આ પુસ્તકમાં ટેકનીકલ એનાલિસિસના મૂળભૂત જ્ઞાનનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને સ્વિંગ ટ્રેડિંગને કેવી રીતે અનુસરવું તેને અનેક કેસ સ્ટડી દ્વારા વિસ્તાર પુર્વક સમજાવ્વામાં આવ્યું છે. એની મદદથી તમે સ્વિંગ ટ્રેડિંગ ખુબ આસાનીથી અને સફળતા પુર્વક કરી શકશો.


રવિ પટેલ

More Products