પ્રાઈસ એક્શન ટ્રેડિંગ ટેકનિકલ એનાલીસિસ

₹299   ₹350(15% off)

₹301.99 (including 1% GCC સહાય ફંડ)

GCC BOOKS STORE: લોકો શેરબજારમાં કમાણી કરવાના ઈરાદા સાથે આવે છે. પરંતુ મોટાભાગના લોકો તેમના આ ઈરાદામાં સફળ થતા નથી અને કેટલાક તો નાણાં ગુમાવીને જાય છે. ટ્રેડિંગમાં નિષ્ફળતાનું મૂળ કારણ જ્ઞાનનો અભાવ અને પૂરતા રિસર્ચનો અભાવ તથા શિસ્તનો અભાવ છે. હું માનું છું કે કોઈપણ વ્યક્તિ ટ્રેડિંગ કે રોકાણ દ્વારા નાણાં કમાવવા ઈચ્છતા હોય તો તેમણે સૌ પ્રથમ તો આ ફિલ્ડમાં કઈ રીતે સફળ થવાય તે શીખવું જોઈએ. આ ઉપરાંત આ શીખવા માટે જરૂરી ટૂલ્સ વિશે સમજ મેળવવી જરૂરી છે જે તેમને ટ્રેબલ સિક્યુરિટીઝ અને સમગ્ર માર્કેટનું એનાલિસિસ કરવામાં મદદરૂપ થશે. ટેકનીકલ એનાલિસિસ અનેક પદ્ધતિઓ પૈકી એક પદ્ધતિ છે જેના વિશે તમે શીખી શકો છો અને માર્કેટમાં ટ્રેડિંગ દરમિયાન તેનો ઉપયોગ કરી શકો છો. ટેકનીકલ એનાલિસિસમાં અનેક ટૂલ્સ અને સ્ટડિઝ છે જેનો સિક્યુરિટીઝ એનાલિસિસમાં ઉપયોગ કરી શકાય છે. જોકે પ્રાઈસ એક્શન સૌથી સરળ ટૂલ કે ટેકનિક છે, જે સ્ટોક્સ, કોમોડિટી, કરન્સી, ફોરેક્સ માર્કેટ અને અન્ય ટ્રેડેબલ એસેટ્સનું એનાલિસિસ કરવામાં મદદરૂપ થાય છે. પ્રાઈસ એક્શન એ ટેકનીકલ એનાલિસિસની સૌથી અગત્યની બ્રાન્ચ પૈકી એક છે. કોઈપણ સિક્યુરિટીમાં ભાવ અને વોલ્યૂમનું એનાલિસિસ કરવામાં તે ઉપયોગી થાય છે. તેનાથી ટ્રેડિંગ અંગે અસરકારક નિર્ણય લેવામાં મદદ મળે છે. મેં ખૂબ સરળ ભાષામાં આ પુસ્તક લખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. ટ્રેડિંગ ક્ષેત્રે શરૂઆત કરી રહેલા યુવાઓને તેમાં દર્શાવેલા વિવિધ કન્સેપ્ટ્સ સરળતાથી સમજવામાં મદદરૂપ થશે. મેં પ્રાઈસ એક્શન અને ક્લાસિકલ ચાર્ટ પેટર્નનું એનાલિસિસ કેવી રીતે કરવું તે પણ સમજાવ્યું છે જે તમને સ્ટોક્સ અંગે યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થશે. આ પુસ્તકની શરૂઆત પ્રાઈસ એક્શન ટ્રેડિંગના મૂળભૂત સિદ્ધાંતથી થાય છે અને પછી સપોર્ટ, રેઝિસ્ટન્સ, કેન્ડલસ્ટિક પેટર્ન, ચાર્ટ પેટર્ન અને વોલ્યુમ એનાલિસિસ જેવા વિવિધ કન્સેપ્ટ્સ આપવામાં આવ્યા છે. મેં રિસ્ક મેનેજમેન્ટ, પોઝિશન સાઈઝિંગ સ્ટોપ લોસ થિયરી, વગેરે ટ્રેડિંગ સંબંધિત વિવિધ વિષયો અંગે અલગ ચેપ્ટર લખ્યા છે જે તમને સિક્યુરિટીઝમાં ટ્રેડિંગ સંબંધિત વ્યાપક ષ્ટિકોણ અપનાવવામાં મદદરૂપ બનશે. હું એવા ઘણાં લોકોને મળ્યો છું જેઓ ટ્રેડિંગ તો કરે છે, પરંતુ ચાર્ટ પેટર્નનો ઉપયોગ કરીને એન્ટ્રી તથા એક્ઝિટ લેવલ નક્કી કરવામાં તેમને મુશ્કેલી પડે છે. આ મુશ્કેલીનો ઉકેલ લાવવા માટે મેં પ૦ જેટલા કેસ ડિઝ પણ આ પુસ્તકમાં આપ્યા છે જે પ્રાઈસ એક્શન ટ્રેડિંગ સંબંધિત મોટાભાગની સમસ્યા દૂર કરી દેશે તેવો મને વિશ્વાસ છે. મને આશા છે કે તમને આ પુસ્તક ખૂબ જ ગમશે અને ઉપયોગી થશે. આ પુસ્તકમાં આપવામાં આવેલા ટૂલ્સનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. તેના આધારે પ્રાઈસ એક્શન સેટ-અપ પકડી પાડવાની ટ્રેનિંગ શરૂ કરી દો. યાદ રાખો, પ્રાઈસ એક્શનનો ઉપયોગ કરવામાં કૅસિસ્ટંસી ખૂબ જરૂરી છે અને તે હશે તો ટ્રેડિંગ માં તમે ચોક્કસપણે સફળ થશો જ. 250+ પેજ ની દળદાર બુક છે અને સંપૂર્ણ Price Action ગુજરાતીમાં સમજાવેલ છે MRP 350 ઘરે બેઠા 299 ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે https://t.me/gccbooksstore/7237

More Products