ભારતીય શેરબજાર નું માર્ગદર્શન

₹230   ₹250(8% off)

₹232.3 (including 1% GCC સહાય ફંડ)

છેલ્લા એક દાયકામાં ભારતીયો મોટી સંખ્યામાં સ્ટોક માર્કેટમાં રોકાણ તરફ વળ્યા છે. જોકે ૨૦૦૭માં જ્યારે મેં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ કરી હતી ત્યારે બહુ ઓછા લોકો સ્ટોક્સમાં રોકાણનો ઈરાદો ધરાવતા હતા. તે સમયે મોટાભાગના લોકો શેરબજાર એટલે સટ્ટો એવું માનતા હતા અને તેનાથી દૂર રહેતા હતા. વળી, તે સમયે હર્ષદ મહેતા કૌભાંડ (૧૯૯૨), કેતન પારેખ કૌભાંડ (૧૯૯૮- ૨૦૦૧) અને ડોટકોમ બબલ (૨૦૦૦-૨૦૦૧)ને પણ વધારે સમય નહોતો થયો અને લોકોના મનમાં તે બધુ હાવિ હતું. ઉપરોક્ત ઘટનાક્રમ વખતે લોકોએ રાતોરાત તેમનું સર્વસ્વ ગુમાવી દીધું હતું. શેરબજારમાં રોકાણના શરૂઆતના તબક્કામાં મારે પણ નુકસાન સહન કરવું પડ્યું હતું. જોકે તેનાથી મારા મનમાં એક વિચાર પ્રક્રિયા શરૂ થઈ કે રોકાણની રાનીતિમાં હું ક્યાં ખોટો પડયો. આથી મેં સ્ટોક માર્કેટ અંગેના પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું, નિષ્ણાતોને મળવાનું શરૂ કર્યું, અગાઉના ડેટા પોઈન્ટ્સનો ગહન અભ્યાસ કર્યો. આ તમામના નીચોડરૂપે આ પુસ્તક આપોઆપ જ આકાર લેતું ગયું. મારી આ લર્નિંગ પ્રોસેસ દરમિયાન મને સારા અને સતત પરિણામ મળતા રહ્યા અને તેને કારણે તે જ્ઞાન અને અનુભવ અનેક લોકો સમક્ષ રજૂ કરવા માટેનો મારો વિશ્વાસ વધ્યો. અંગ્રેજી ટાઈટલ “Guide to Indian Stock Market" સાથેનું આ પુસ્તક સૌપ્રથમ જાન્યુઆરી ૨૦૦૭માં પ્રકાશિત થયું હતું જેમાં એવા વાચકોને શેરબજા૨ અંગે બેઝિક નોલેજ આપવાનો પ્રયાસ હતો, જેમને શેરબજાર વિશે કંઈ ખબર ન હતી. વાચકોએ આ પુસ્તકને સારો પ્રતિસાદ આપ્યો અને પછી તેની હિન્દી આવૃત્તિ પ્રકાશિત થઈ અને પછી ગુજરાતી અને મરાઠી ભાષામાં આ પુસ્તક રજૂ થયું અને લાખો લોકોને તેનો લાભ મળ્યો. અનેક વર્ષોમાં આ પુસ્તકને કારણે દેશના લાખો રોકાણકારોને શેરબજારમાં રોકાણ કરવામાં અને કમાણી કરવામાં મદદ મળી છે. છેલ્લાં ૧૩ વર્ષમાં, અને ખાસ કરીને છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતીય શેરબજાર સંબધિત રેગ્યુલેશન્સમાં ભારે ધરખમ ફેરફાર થઈ ગયા છે. આથી મને લાગ્યું કે આ પુસ્તકમાં ખાસ્સા ફેરફાર જરૂરી છે અને આ તમામ ફેરફારો અને અપડેટ્સ સાથે આ નવી આવૃત્તિ રજૂ કરી રહ્યો છું. મને આશા છે કે પુસ્તકની આ નવી આવૃત્તિ તમામ વાચકોને ભારતીય શેરબજારમાં રોકાણમાં અને તેમાંથી સારી એવી કમાણી કરવામાં ઉપયોગી થશે. ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે https://t.me/gccbooksstore/7270

More Products