GCC BOOKS STORE: આજના ઇન્ટરનેટના યુગમાં પણ પુસ્તકો વાંચવાની આપણી મૂળ પ્રણાલીને જાળવી રાખનાર વાંચક બંધુઓને જતિન વોરાના જય હાટકેશ 'શૂ ડોગ' એ વિશ્વવિખ્યાત શૂઝ NIKEના સ્થાપક ફિલ નાઈટનું જીવનચરિત્ર છે, જેનું આલેખન તેમણે પોતે જ કર્યું છે. પોતાની કારમાં ભરીને શૂઝ વેચવાની ફેરિયા જેવી કામગીરી કરતાં પોતે એક બહુરાષ્ટ્રીય કંપનીની સ્થાપના કઈ રીતે કરી શક્યા તેનું અદ્ભુત વર્ણન તેઓશ્રીએ કરેલ છે. આજના સ્ટાર્ટ-અપના યુગમાં આ કહાની કેટલાય જુવાનિયાઓ માટે આગળ વધવાની પ્રેરણા બની રાકરશે. તેમણે ડગલે ને પગલે સામે આવતા પડકારો અને તકલીફોનો સામનો પોતાના સાથીદારો સાથે કઈ રીતે કરી શક્યા, તે આજના નવયુવાનોને એક સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડે છે. અત્યંત રસપ્રદ અને રોચક કહાણી, જે દરે માટે વાંચવાલાયક બની રહી છે. 400 પેજ નું અદભુત પુસ્તક ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર ‘આ એક સુંદર ચોંકાવનારું પુસ્તક, સરળ, રોમાંચક, મજેદાર, રહસ્યમય અને સાહિત્યિક પણ છે.’ આંદ્રે અગાસી બિઝનેસ સ્કૂલ પાસ કર્યા પછી ફિલ નાઇટે પોતાના પિતા પાસેથી 50 ડૉલર ઉધાર લીધા અને એક સામાન્ય ઉદ્દેશ્ય સાથે એક કંપનીની શરૂઆત કરી: જાપાનથી ઉચ્ચ ગુણવત્તા અને ઓછી કિંમત ધરાવતા રનિંગ શૂઝ આયાત કર્યા. નાઇટે પોતાના વેપારના પહેલા વર્ષે એટલે કે 1963માં જૂતાં વેચીને કુલ 8,000 ડૉલરની કમાણી કરી. આજે નાઇકીનું વાર્ષિક વેચાણ 30 બિલિયન ડૉલ૨થી પણ વધુ છે અને તેની ઓળખાણ તેના ચિહ્ન(લોગો)થી પણ વધુ છે. પરંતુ આ મહાન સિદ્ધિ મેળવ્યા છતાં પણ નાઇટ હંમેશાં એક રહસ્ય બની રહ્યા. હવે તેઓ પોતાના જીવનની કહાણી જણાવી રહ્યા છે, જે આશ્ચર્યજનક, વિનમ્રતાપૂર્ણ, સ્પષ્ટ, મજેદાર અને સુંદર રીતે રચવામાં આવેલ છે. તેઓ પાયાના મૂળ સંબંધોની યાદોને તાજા કરી રહ્યા છે, જેનાથી નાઇકીના દિલ અને આત્માનું નિર્માણ થયું અને કેવી રીતે સહુની સાથે મળીને તેમણે એક બ્રાન્ડ સ્થાપિત કરી, જેણે ઘણા મહત્ત્વપૂર્ણ બદલાવો આણ્યા. MRP 399 ઘરે બેઠા 340 ઓરીજનલ પબ્લિકેશન કોપી ઇન્ડેક્સ જોવા માટે ટેલિગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક લર ક્લિક કરો https://t.me/gccbooksstore/5339