GCC BOOKS STORE: “મારો સમય હવે પૂરો થયો, મેં મારું જીવન ઘણા પડકારો અને પરિવર્તનો સાથે વિતાવ્યું છે. મેં નીડરતાપૂર્વક લડાઈઓ લડી છે. મારાં બચ્ચાંઓનું પાલનપોષણ કર્યું છે. મારા શાસિત વિસ્તારનું રક્ષણ કર્યું છે, મારા સમૂહનું રક્ષણ કર્યું છે અને ‘સિંહ’નું ગૌરવ જાળવી રાખ્યું છે. કાલે હું મારા સમૂહનું રક્ષણ કરવા નહીં હોઉં. મારાં બાળકોની જિંદગી હવે તમારા હાથમાં છે.” નાના નાના બાળસિંહોને, સમય જતાં પુખ્તસિંહોમાં પરિવર્તિત થતાં જેમણે એકદમ નજીકથી જોયા છે અને સિંહસૃષ્ટિના જેઓ પરિચિત બની ગયા છે એવા લેખકોની અનુભવ-સમૃધ્ધ કલમે લખાયેલું આ પુસ્તક ગિરનો સિંહ - એ સમગ્ર એશિયાઈ સિંહોની ગૌરવગાથા છે. સિંહોની કુટુંબકથાનું આ એવું ચિત્ર છે, જેમાં તમને માનવજીવનમાં જીવાતી વેદના સંવેદનાનું પ્રતિબિંબ જોવા મળશે. આ પુસ્તકમાં ૨જૂ થયેલા સિંહના સ્કેચિઝથી તમે ચોક્કસ અનુભવશો કે સિંહના સહવાસમાં તમે હરીફરી રહ્યા છો! લેખકોના વ૨સોના ઝીણવટભર્યા અવલોકનો અને નક્કર અનુભવોનો બોલતો પુરાવો એટલે ગિરનો સિંહ - જે સમગ્ર એશિયાઈ સિંહની સંવેદનાત્મક કુટુંબકથા કહેતું, અને આજ સુધી ક્યારેય લખાયું ન હોય તેવું, એકમાત્ર અધિકૃત પુસ્તક છે. કુશળ વ્યવસ્થાપન અને વન્યજીવ સંરક્ષણમાં અભૂતપૂર્વ યોગદાન માટે ડૉ. સંદીપ કુમાર ગુજરાત વનવિભાગના એક જાણીતા અધિકારી છે. સાત વર્ષ સુધી સાસણ, ગિર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે નાયબ વન સંરક્ષક (ભારતીય વન સેવા) તરીકે ફરજ બજાવી ચૂકેલા ડૉ. સંદીપ કુમા૨, વર્તમાન સમયમાં ભાવનગર વનવિભાગ ખાતે નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. ભાવનગ૨ એ એશિયાટિક લાયન લૅન્ડસ્કેપનો જ એક ભાગ છે. જેને સિંહોનો નવો આવાસ વિસ્તાર પણ કહેવામા આવે છે. ડૉ. સંદીપ કુમાર એ જિનેટિક્સના વિષયમાં Ph.D. કર્યું છે. એક વન્યજીવ રક્ષક હોવાની સાથે સાથે તેઓ વન્યજીવો પ્રત્યેના વિવિધ જાગૃતિ કાર્યક્રમો સાથે પણ જોડાયેલા છે. વન્યજીવોનું વ્યવસ્થાપન ક૨વાની સાથે સાથે કામગીરીના ભાગરૂપ તેમને વન્યજીવો અને એમાં પણ ખાસ કરીને સિંહનાં વિવિધ વર્તનો અને વર્તણૂકોનું અવલોકન ક૨વાની ઘણી તક મળી છે, જેના દ્વારા તેઓએ સામાન્ય લોકોને સિંહ અને તેની જીવનશૈલી, ગિ૨, ગિ૨ના જૈવ વૈવિધ્ય વિષેની અતિસૂક્ષ્મ માહિતી પણ સ૨ળ અને સહજ રીતે સમજાવી છે. ડૉ. કુમારે ઘણા બધાં સંશોધન પત્રો, લેખો અને પુસ્તકો લખ્યાં છે. પન્નૂપા પરવાના ક૨વાની સાથે સાથે કામગીરીના ભાગરૂપ તેમને વન્યજીવો અને એમાં પણ ખાસ કરીને સિંહનાં વિવિધ વર્તનો અને વર્તણૂકોનું અવલોકન કરવાની ઘણી તક મળી છે, જેના દ્વારા તેઓએ સામાન્ય લોકોને સિંહ અને તેની જીવનશૈલી, ગિર, ગિરના જૈવ વૈવિધ્ય વિષેની અતિસૂક્ષ્મ માહિતી પણ સ૨ળ અને સહજ રીતે સમજાવી છે. ડૉ. કુમારે ઘણા બધાં સંશોધન પત્રો, લેખો અને પુસ્તકો લખ્યાં છે. આ સિવાય તેઓએ ગિરનો સિંહ, જ્વેલ્સ ઑફ ગિર અને શૂલપાણેશ્વર જેવાં ત્રણ પુસ્તકો પણ લખ્યા છે ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.me/gccbooksstore/6022