GCC BOOKS STORE: મનુષ્યના આરોગ્ય તથા શારીરિક સ્વાસ્થ્ય માટે અને રોગોને નિર્મૂળ કરવા માટે અનેક ચિકિત્સપદ્ધતિઓ વિદ્યમાન છે. જેમાં, આયુર્વેદ પ્રાચીન ચિકિત્સપદ્ધતિ છે. તે નિર્દોષ ચિકિત્સા છે. પહેલાંના સમયમાં ઘરના વરિષ્ઠ વૃદ્ધ વડીલો ઘરગથ્થુ ઉપચારો વડે જ રોગોને મટાડતા. ઘરમાં દાદા-દાદીઓ પાસે અનુભવોનો ભંડાર રહેતો. ઘરમાં કે પડોશમાં નાના-મોટા કોઈનેય કોઈ પણ પ્રકારની નાની-મોટી બીમારી થાય તો દાદાજી ઘરની વસ્તુઓ ચીંધી દેતા. બીમાર વ્યક્તિ વસ્તુની પડીકી બે-ત્રણ દિવસ લે એટલે રાહત થઈ જાય. ઘણીવાર એવું બને કે રોગ નાનકડો હોય છતાં તેની પાછળ હજારોનો ખર્ચ થઈ જાય છે. જ્યારે એ રોગ ઘરમાં પડી રહેલી સામાન્ય વસ્તુઓથી જ નિર્મૂળ થાય છે. કેટલાક ઘરગથ્થુ ઉપચારો તો રામબાણ ઇલાજ સમાન છે. આ લઘુ પુસ્તિકામાં આવાં અનેક દર્દીના અનુભવસિદ્ધ ઉપચારો દર્શાવેલ છે. કોઈ પણ પ્રયોગ અજમાવતાં પહેલાં તાસીરપ્રકૃતિ)ની તપાસ જરૂર કરવી. અમુકને જે ઔષધથી ફાયદો થાય તે બીજાને અનુકૂળ ન પણ આવે એવું બનતું હોય છે, તેથી કોઈ ચિકિત્સક, વૈદ્ય પાસે પ્રકૃતિ તથા ઔષધયોગ સંબંધી જાણ કરી, તેમની સલાહ લેવી ઉચિત ગણાશે. પ્રસ્તુત પુસ્તકમાં દર્શાવેલ તમામ ઉપચારો વિવિધ આયુર્વેદિક, હોમિયોપેથિક, પુસ્તકો, સામયિકો, માહિતીપત્રોમાંથી સંગ્રહિત કરેલ છે. દરેકને તેમની પ્રકૃતિ, તાસીર પ્રમાણે આ ઉપચારોથી ફાયદો થાય છે. નુકસાન થતું નથી, એટલું તો જરૂર કહી શકાય. આ ઘરગથ્થુ ઉપચારો મોંઘી દવાઓ પાછળના ખર્ચમાંથી બચાવશે અને લોકોપયોગી થશે તો અમારો પરિશ્રમ સફ્ળ થયાનો અમને સંતોષ થશે. આ પુસ્તકમાં 12 જાતના અલગ અલગ વિભાગમાં ઉપચાર આપેલ છે -આયુર્વેદ સબંધિત લોકવાયકા -માથા થી ગળા સુધીના ઉપચાર -છાતી, પેટ,પાંચનતંત્ર અંગે રોગોનો ઉપચાર -વાયુ ,સંધિવા,સાંધાની તકલીફો -સ્ત્રીઓના રોગો અને ઉપચારો -બાળકોના રોગો અને ઉપચાર -શરદી,સળેખમ,અને ઠંડી ગરમી માં થતા રોગો -ઝેરી જંતુઓના ડંખ તથા ઝેરી અસરોની ચિકિત્સા -વિવિધ પ્રકારના તાવ અને ઉપચાર -સૌંદર્ય સુરક્ષા અને અદભુત ઈલાજ -અન્ય શારીરિક તકલીફોનો ઉપચાર આકસ્મિક શારીરિક તકલીફ ના પ્રાથમિક ઉપચાર ઇન્ડેક્સ જોજો વધારે ખ્યાલ આવશે ઇન્ડેકસ જોવા માટે ટેલિગ્રામ ડાઉનલોડ હોવું જોઈએ આપેલ લિંક પર ક્લિક કરો https://t.me/gccbooksstore/5237