GCC BOOKS STORE: અત્યારે દરેક વ્યક્તિ ધનિક બનવા માગે છે, કમાણી કરવા ચાહે છે – પછી તે વેપારી હોય, ઉદ્યોગપતિ હોય કે નોકરિયાત હોય. ગુજરાતમાં કમાણી કરવા શૅરબજારમાં રોકાણ કરવાનું માધ્યમ સૌથી વધુ લોકપ્રિય છે, પણ આ બજાર અત્યંત અનિશ્ચિત છે અને તેની બારીક સમજણ હોવી જરૂરી છે. પણ સમજણ મેળવવા ધૈર્ય અને ખંત જોઈએ. આ સંજોગોમાં સામાન્ય રોકાણકારોને ઘણી વખત મોટું નુકસાન વેઠવું પડે છે અને તેઓ તેમની પરસેવાની કમાણી રાતોરાત ગુમાવી બેસે છે. શૅરબજારના પ્રસિદ્ધ નિષ્ણાત સુધા શ્રીમાળીએ શૅરબજારના મૂળભૂત સિદ્ધાંતોને સમજવાનો સફળ પ્રયાસ કર્યો છે. તેમનું પ્રથમ પુસ્તક ‘શૅરબજાર ગાઇડ’ અત્યંત સફળ રહ્યું છે. આ પુસ્તક તેની જ આગામી અને મજબૂત કડી છે. શૅર અને શૅરબજારની વ્યાવહારિક અને ઉપયોગી જાણકારી સાથે આ પુસ્તક રોકાણકારો માટે એક માર્ગદર્શક સમાન છે. સુધા શ્રીમાળીનું નવું પુસ્તક ‘શૅરબજાર પ્રોફિટેબલ ફંડા' શૅરબજાર વિશે વિસ્તૃત જાણકારી હાંસલ કરવાની દૃષ્ટિએ રોકાણકારો માટે મહત્ત્વપૂર્ણ છે. હું ૨૫ વર્ષથી નાના-મોટા રોકાણકારો સાથે કામ કરું છું, જેના આધારે કહી શકાય કે શૅરબજારમાં રોકાણ કરવાની મૂળભૂત બાબતો રજૂ કરતું આ પુસ્તક રોકાણકારો માટે અત્યંત ઉપયોગી છે. ઇક્વિટી બજારના માળખા અને તેની કાર્યપ્રણાલી પર આધરત તેમના અગાઉના પુસ્તકની સફળતા પછી, હવે તેમણે રોકાણની પ્રક્રિયા સાથે સંકળાયેલી વ્યાપક ચડ-ઊતરને પોતાનો વિષય બનાવ્યો છે. સુધા શ્રીમાળી સામાન્ય રોકાણકારોની માનસિકતાને સારી રીતે સમજે છે. તેમણે તેનું મુક્ત અને પ્રવાહીશૈલીમાં વર્ણન કર્યું છે, જે વાચકોને મંત્રમુગ્ધ કરે છે. મને વિશ્વાસ છે કે રોકાણકારોને આ પુસ્તકનો અભ્યાસ કરવામાં મજા આવશે અને રોકાણ સાથે સંકળાયેલા તેમના અનેક પ્રશ્નોનું સમાધાન થશે. શૅરબજાર વિશે તમામ વાતચીત નફા-નુકસાન સાથે જ પૂર્ણ થઈ જાય છે. રોકાણ એક ગંભીર વિષય છે, જેના માટે રોકાણકારમાં શિસ્ત જરૂરી છે. તેમાં રાતોરાત તમે લાખોપતિ કે કરોડપતિ થઈ જતા નથી, પણ એક જટિલ ગણિત છે. તેને તમારે ધૈર્યપૂર્વક સમજવું પડે છે. આપણા શૅરબજારની ઉત્પત્તિ અને તેજી-મંદીના ચક્ર પર આધારિત તેની સફર જાણવી-સમજવી નવા અને જૂના રોકાણકારો માટે ફાયદાકારક છે. તેનાથી તેમની બજાર વિશેની સમજણ વ્યાપક થાય છે અને તેમને તર્કસંગત અપેક્ષાઓ માટે તૈયાર કરે છે. ઇતિહાસમાં એવા ઘણાં ઉદાહરણ છે, જ્યાં સામાન્ય રોકાણકારોએ અતાર્કિક અપેક્ષાઓ બાંધીને નિરાશા મેળવી હતી. નાના રોકાણકારોએ સમજવું પડશે કે શૅરબજાર એ કેસિનો નથી કે તેમાં કોઈ જૅકપૉટ લાગવાનો નથી. અનેક સફળ રોકાણકારોએ ઘણી કમાણી કરી છે, પણ તેની પાછળ તેમની દાયકાઓની વ્યવસ્થિત અને શિસ્તબદ્ર મહેનત અને તેમનું સાતત્યપૂર્ણ રોકાણ જવાબદાર છે. રોકાણકારોએ રોકાણ કરતાં અગાઉ તેની પ્રક્રિયાને સમજવી જોઈએ. દરેક રોકાણકાર શૅરબજારમાં મહારથી ન બની શકે, પણ દરેક રોકાણકારમાં એટલી સમજણ હોવી જોઈએ કે તેઓ પોતાના સલાહકારોને યોગ્ય પ્રશ્ન પૂછી શકે. મને ચીનની એક જૂની કહેવત યાદ આવે છે કે, તમે કોઈને એક માછલી આપો છો તો તમે તેની તાત્કાલિક ભૂખની ચિંતા કરી છો, પણ તમે તેને માછલી પકડવાનું શીખવાડો છો તો તમે તેને વનભરનું ભાથું બાંધી આપો છો. શૅરબજાર વિશે સામાન્ય રોકાણકારોને સલાહ આપવી સરળ છે, પણ તેનાથી તેમનામાં રોકાણ વિશેની સમજણ નહીં ખીલે. ભારતમાં હજુ સાધારણ રોકાણકારો પ્રાથમિક અવસ્થામાં છે, એટલે રોકાણકારો વિકાસશીલ અર્થવ્યવસ્થાના નાણાકીય પડકારોનો સામનો કરી શકે તે માટે તેમને શિક્ષિત કરવા મજબૂત પ્રયાસ કરવાની જરૂર છે. ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી આપેલ લિંક પર ક્લિક કરો https://t.openinapp.co/gcc-books-store-29