GCC BOOKS STORE: મેં શેરબજારમાં કરેલ નિરિક્ષણ પરથી હું કહી શકુ છું કે એવા દાણા લોકો છે જેઓ ટેકનીકલ એનાલિસિસનું જ્ઞાન ધરાવતા હોવા છતા તેનો મહત્તમ ફાયદો ઉઠાવી નથી શકતા. મોટાભાગના કિસ્સાઓમાં તેઓને ખ્યાલ જ નથી આવતો કે તેઓ કાં ચૂકી જાય છે. માટેજ જ્યારે અનેકવાર પ્રયત્ન છતા યારે તેઓ પોતાનું પરિણામ સુધારવામાં અસફળ રહે છે ત્યારે તેઓને લાગવા લાગે છે કે ટેકનીકલ એનાલિસિસના જ્ઞાનમાં ક્યાંક ખામી હોવી જોઈએ, અને છેવટે તેઓ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસતા જોવાય છે. મોટાભાગના અશિક્ષિત અને અકુશળ રોકાણકારો જેઓ ટેકનીકલ એનાલિસિસ ના જાણતા હોય તેઓની હાલત તો વધુ ખરાબ હોય છે. તેઓ બધાજ શેરબજારમાં પૈસા ગુમાવતા રહે છે, અને તેઓના મનમાં આમ કેમ થાય છે? તેવો પ્રશ્ન અનેવાર ઉઠે છે, પણ જેમ મોટાભાગના લોકોની જોડે થાય છે, તેઓ પણ આ જવાબ મેળવી નથી શકતા. પણ હવે તમારે ગભરાવાની જરૂર નથી કારણકે તમે સમજી શકશો કે આમ કેમ થાય છે. તેઓએ સમજવાની જરૂર એ છે કે આપણે જે પગલા ભરીએ છીએ તેનો આધાર પ્રથમતો આપણે શું વિચારીએ છીએ તેના પર રહે છે. અને આપણે શું વિચારીએ છીએ તેનો આધાર આપણી માન્યતાઓ પર રહે છે. અને આપણી માન્યતાઓ વર્ષોથી જે વાતાવરણમાં ઉછરીએ છીએ, જેવા લોકો જોડે મોટાભાગનો સમય વિતાવીએ, પછી તે દાર હોય કે ઓફીસ, આપણે જે પુસ્તકો વાંચીએ, જેવા પરિબળો પર આધાર રાખે છે. આ સત્ય શેરબજારમાં પણ લાગુ પડે છે. મોટાભાગના રોકાણકારો અને ટ્રેડરોને શેરબજારમાં યોગ્ય સમયે યોગ્ય સલાહકાર મળ્યા નથી હોતા. ૧૦ માંથી ૯ લોકો એવા લોકોના સંપર્કમાં જ આવ્યા કરે છે જેઓ તેમના જેવી જ ખોટી માન્યતાઓ ધરાવતા હોય છે, માટે વાત જયારે પરિણામ સરખાવાની આવે છે તો સ્વાભાવિક છે કે તે પણ સરખાજ હોય છે. આમ વર્ષોના ખોટા માનસપલોટને લીધે વાત ટ્રેડિંગની આવે કે રોકાણની, મોટાભાગના લોકો પોતાની ભૂલોનું પુનરાવર્તન ફરીને ફરી કરતા રહે છે. પરિણામ બદલવા પહેલા, તેઓજે ભૂતકાળમાં કરતા આવ્યા છે અને જે રીતે કરતા આવ્યા છે તે રીત બદલવી પડે. અને તેઓ જે કરતા આવ્યા છે, કરતા આવ્યા છે તે રીત બદલવી પડે. અને તેઓ જે કરતા આવ્યા છે, અને જે રીતે કરતા આવ્યા છે તે રીતને બદલવા પહેલા તેઓએ પોતાની વિચાશ્રેણી બદલવી પડે. જયાં સુધી તેઓ આમ નહી કરે ત્યાં સુધી તેઓ પોતાની ભૂલોનું પુનરાવર્તન કરતા રહે છે. માટેજ મને જરૂરી લાગ્યું કે મારે એક પુસ્તક લખવું જરૂરી છે જેમા એવા વ્યવહારૂ નિયમો, કે ટીપનો સમાવેશ કરવામાં આવ્યો હોય જેની મદદથી ટ્રેડર અને રોકાણકારો પોતાના ટ્રેડિંગ અને રોકાણમાં મળતા પરિણામોમાં પ્રચંડ સાકારાત્મક સુધાર લાવી શકે. આ વિવિધ ટિપ વાંચીને આસાનીથી સમજી શકાય એવી છે જેની મદદથી ટ્રેડરો અને રોકાણકારો તેઓમાં સામાન્યપણે મોજૂદ અનેક ખોટી માન્યતાઓને આસાનીથી દૂર કરશે. જે વિવિધ ટીપનો સમાવેષ આ પુસ્તકમાં કર્યો છે તેનું ચયન વિવિધ ઉમ્મરના ટ્રેડર અને રોકાણકારોના અભ્યાસ અને મારા અનુભવને આધારે કરવામાં આવ્યું છે. એકવાર તમે આ ૩૧ ટીપ ને વાંચીને તેમાં રહેલ જ્ઞાનને ગ્રહણ કરી લેશો પછી મને વિશ્વાસ છે કે તમારી વિચારશ્રેણીમાં એક ગંભીર સાકારાત્મક બદલાવ આવશે, જે નિશ્ચિત કરશે કે શેરબજારમાં તમે ટ્રેડિંગ કરો કે પછી રોકાણ તમને સર્વાને ખુબ સાકારાત્મક પરિણામ જ મળશે. એકવાર તમે આ પુસ્તકમાં દર્શાવેલ ટીપમાંથી જ્ઞાનને ગ્રહણ કરી લેશો એટલે તમે વધુ સારા નિર્ણયો લેતા થશો, અને શેરબજારમાં પગલા ભરવાની વાત આવે ત્યારે હંમેશા શિસ્ત સાથે વર્તશો. સાચા જ્ઞાન અને શિસ્તનો સમન્વય આપણને સાચા નિર્ણય લેવામાં મદદ કરે છે અને તે નિશ્ચિત કરે છે કે આપણે શેરબજારમાં સફળતા મેળવીએ. ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે https://t.me/gccbooksstore/7221