FUQ દરેક યુગલ માટે પુસ્તક

₹270   ₹300(10% off)

₹272.7 (including 1% GCC સહાય ફંડ)

GCC BOOKS STORE: સેક્સ એક એવો વિષય છે જે આજ સુધી સૌથી વધુ ચર્ચાયો છે. પૃથ્વી પાર જે સજીવ શ્રુષ્ટિ છે એના મૂળમાં જ સેક્સ છે. આ પણા જીવનનો પણ આ ખુબ જ મહત્વનો પાર્ટ છે. આ વિષય જેટલો વધુ ચર્ચાયો છે એટલો જ વધુ વગોવાયેલો પણ છે. જેથી આ વિષયને લઈને ઘણી મૂંઝવણો પણ ઉભી થતી રહી છે. આ પુસ્તકમાં લેખકે સેક્સને સરળ રીતે અને વિજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવવા કોશિશ કરેલ છે. આપણી સેક્સ લાઈફ વધુ સુંદર અને આનંદમય બને એ માટે આ પુસ્તક ચોક્કસ મદદરૂપ થાય એવું છે. એવા ઘણા સવાલો અને તકલીફો હોય છે જે હોવા છતાં આપણે કોઈને પૂછી નથી શકતા અથવા પૂછીએ તો સાચો ઉત્તર નથી મળતો. આ પુસ્તક એ બધી મૂંઝવણોનું નિરાકરણ કરવામાં મદદરૂપ થશે. સેક્સ. અઢી અક્ષરનાં આ શબ્દને લઈને કેટલીયે ભીતિઓ અને અફવાઓ આપણા સમાજમાં ફેલાયેલ છે. જીવનની અન્ય શારીરિક પ્રક્રિયાઓની જેમ જાતીય સંબંધ પણ એક સામાન્ય બાયોલોજીકલ પ્રક્રિયા જ છે તેમ છતાં તે વર્ષોથી આપણે તેને એક ટેબની (એવી વાત કે શબ્દ જે સામાજિક જીવનમાં પ્રતિબંધિત હોય અને તેનાં વિષે જાહેરમાં કોઈ સાથે વાત ન થઇ શકે) જેમ ટ્રીટ કરતાં આવ્યાં છીએ. આ જ બધા કા૨ણોસ૨ ઘણીવખત યુગલોને માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આ પુસ્તક એટલે સેક્સ સંબંધી તમામ બાબતોનું સમાધાન, પુસ્તકનાં લેખક ડૉ. રાજન ભોંસલે, ડૉ. મિનુ ભોંસલે અને ડૉ. અમન ભોંસલે ઘણાં લાંબા સમયથી આ ક્ષેત્રમાં કાર્ય૨ત છે. પોતાનાં આ બહોળા અનુભવને કારણે તેમને આ પ્રકારનાં અનેક પ્રશ્નોનો સામનો કરવો પડ્યો જે પહેલી નજરે તો બિલકુલ સામાન્ય દેખાય. પરંતુ, લોકોમાં જાતીયતાને લઈને પ્રાથમિક સમજણનાં અભાવને કારણે ઘણાં જટિલ બની જાય છે. આ જ વાતોને ધ્યાનમાં રાખીને તેમણે હ્યુમન બિહેવિય૨ અને જાતીયતાનાં ક્ષેત્રમાં પોતાનો તમામ અનુભવ કામે લગાડ્યો અને આજે આ પુસ્તક આપણી સામે હાજર છે. પુસ્તકમાં પુરુષ અને સ્ત્રી એમ બંનેના પ્રશ્નોને બિલકુલ સાયન્ટિફિક રીતે એકસમાન ન્યાય આપવામાં આવ્યો છે જે પ્રશંસાપાત્ર છે. આપના એક અંગત મિત્ર તરીકે મને પણ આ જ પ્રકારના પ્રશ્નોનો અનેક વખત સામનો કરવો પડ્યો છે. તેથી આ પ્રકારનાં કોઈ પુસ્તકનાં ભાવાનુવાદનું મને કરવાં મળ્યું એ ખરેખર આનંદની વાત છે. મને વિશ્વાસ છે કે ગુજરાતી ભાષામાં આ વિષય પર આ રીતનું પહેલું પુસ્તક ડોક્ટર મિત્રોને, પેરેન્ટ્સને અને તમામ વયનાં લોકોને ઘણું લાભદાયી સાબિત થશે તેમજ જૂના પૂર્વાગ્રહો અને ભીતિઓને તોડવામાં મદદરૂપ થશે. ઈન્ડેક્સ ખાસ જોજો મિત્રો 300 પેજ ની Book 300 વિવિધ પ્રશ્નોના જવાબ ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી આપેલ લિંક પર ક્લિક કરો https://t.openinapp.co/gcc-books-store-28

More Products