GCC BOOKS STORE, [3/21/2024 9:00 PM]
ભગવાન શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન સાથે જ્ઞાનથી પરિપૂર્ણ કરેલો સંવાદ એટલે જ ગીતા. તે સ્વયં ભગવાનના મુખથી નીકળેલી વાણી સમભાવ, સમદૃષ્ટિ અને પ્રેમનો સંદેશ આપે છે અને ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ બતાવે છે. ગીતા તમામ વેદો અને ઉપનિષદોનો સાર છે. ઉપનિષદ રૂપી ગાયને સૌપ્રથમ દોહનાર ગોપાલક ભગવાન શ્રીકૃષ્ણ છે. જે ગીતારૂપી અમૃત દૂધનું સૌપ્રથમ અર્જુન રૂપી વાછરડાએ પાન કર્યું અને ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસે મહાભારત રૂપી પાત્રમાં તેનો સંગ્ર કરી પ્રાણીમાત્રના હિત માટે લોકો સમક્ષ આ ઈશ્વરીય અમૃતનો પ્રચાર કર્યો. આ અમૃતનું પાન કર્યા પછી અજ્ઞાનના અંધકારમાં ડૂબેલા કંઈક મૂઢ લોકો દિવ્ય પ્રકાશને પામ્યા. સંસારસાગરમાં દ્વંદ્વો અને મોહમાયાના દુર્ગમ અને દુષ્કર ખડકોમાં અટવાયેલા કંઈક અવિવેકીઓની જીવન નૌકાને ભવપાર ઉતારવું, ગીતા એ દૃઢ જહાજ છે. ઈશ્વરની અદ્ભુત દિવ્ય વિભૂતિઓનું વર્ણન જેમાં છે તે ગીતા જ્ઞાનનો સાગર છે અને સ્વર્ગપ્રાપ્તિ કરાવતું કલ્પવૃક્ષ છે. જે ગીતા વાંચે છે, સાંભળે છે અને તેનો પ્રચાર કરે છે તેના તમામ જન્મોનાં પાપ નાશ પામે છે અને તે જન્મ-મરણના બંધનથી છૂટી મોક્ષને પ્રાપ્ત થાય છે.
આ ગીતાના પુસ્તકને બાળકો-વૃદ્ધો સ્ત્રીઓ અને ઓછું ભણેલા સારી રીતે સમજી શકે તે માટે એકદમ સરળ ભાષામાં અને શ્લોકોનું ભાષાંતર મોટા ટાઇપમાં કરેલ છે. આ ગ્રંથમાં મહાત્મ્ય તથા અધ્યાય મુજબ સમજી શકાય તેવા સારરૂપ ચિત્રો અને નીચે તેની માહિતી આપેલી છે. અન્ય સામગ્રી આરતી, થાળ, ચાલીસા, સ્તવનો, બાવનીઓ, ભજન, પ્રાર્થનાઓ અને કલ્યાણકારી મંત્રો આપેલા છે. ભાવિક ભક્તોને આ પુસ્તક ચોક્કસ ગમશે તેવી આશા છે.
ભગવદ્ ગીતાની સાથે મંત્રો,આરતી,વંદના,સ્તુતિઓ,ગીતામહિમાં,સ્ત્વનો, ચાલીસાઓ,બાવનીઓ અને ઘણું બધું
જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગ આદિ સર્વ તીર્થો વાસ કરે છે. અર્થાત્ શ્રી ગીતાજીનું શ્રવણ-પઠન કરવાથી પ્રયાગ આદિ સર્વ પવિત્ર ધામોમાં સ્નાન કર્યા જેટલું પુણ્ય-ફળ પ્રાપ્ત થાય છે.
ઘરે બેઠા 150 Rs
400 પેજ ની સંપૂર્ણ આધ્યાત્મિક પુસ્તક
દરેક ભારતીયે વસાવા જેવું પુસ્તક આ એક ગ્રંથ નથી મિત્રો,જીવનના તમામ પ્રશ્નોનું સમાધાન,જીવન જીવવાનો રસ્તો છે.અને જીવનને આધ્યાત્મિક માર્ગે લઈ જવાનો ઉત્તમ પથ છે
તમારા ઘરે દાદા, દાદી, માતા,પિતા ,વડીલો અને પોતાના માટે ખાસ વસાવજો
ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે
https://t.me/gccbooksstore/10039