દુનિયાને બદલનાર સ્વપ્રદેષ્ટા શ્રેણી દ્વારા ઉદ્યોગ સાહસિકોના વ્યવસાયિક તેમજ અંગત જીવનની વાતો રજૂ કરવામાં આવી છે જેમણે બિઝનેસની દુનિયા ઉપર ઊંડી અસર કરી છે. લક્ષ્યાંકને પહોંચી વળવાની તેમની પ્રતિબદ્ધતા તથા તેઓ જે પડકારોનો મુકાબલો કરીને સફળ થયા છે તેની વાતો અસાધારણ તથા પ્રેરણાદાયી છે. ઓમાહાની આ સૌથી સફળ વ્યક્તિની નાણા અને મૂડીરોકાણ સાથેની દોસ્તી બાળપણથી જ થઈ ગઈ હતી. વૉરેન બફેટના મૂડીરોકાણના નિર્ણયથી એવા ઉત્તમ પરિણામ મળવાની ખાતરી હોય છે કે તેઓ કોઈ કંપનીના શેર ખરીદવાના છે તેવા સમાચાર માત્રથી શેરબજારમાં એ કંપનીના શેર ભાવમાં ઊછાળો આવી જાય છે. તેમની જીવન અને કામગીરીની ફિલોસોફી સરળ છે જેને કોઇપણ વ્યક્તિ સરળતાથી અપનાવી શકે તેમ છે. નાણાકીય વિઝાર્ડ વિશે વધુ જાણવા માટે આ વાંચો! ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.openinapp.co/gcc-books-store-19