‘મેઘધનુષી માનુનીઓ' એટલે હિંમતપૂર્વક પડકાર ઉઠાવનાર પચીસ સબળ સ્રીઓની અત્યંત મનનીય જીવનકથાઓ! આ માનુનીઓએ બાળકોને તથા કંપનીને સાથે જ જન્મ આપ્યો, પાળ્યાં અને પોષ્યાં. બંનેની પ્રેમ, સ્મિત અને ધૈયપૂર્વક માવજત કરીને આ મહિલાઓએ તલવારની ધારે ચાલી જ નહિ, દોડી બતાવ્યું છે. આ કહાણીઓ વાંચીને તમને લાગશે જ, કે સ્ત્રીઓની વિચારસરણી જરા ‘હટકે’ હોય છે. ખુદ્દારીપૂર્વક સંજોગોનો સામનો કરીને તે એવું કામ કરે છે, કે સફળતા તેમના કદમ ચૂમતી આવે છે. સફળતાની તમારી વ્યાખ્યા શી છે? આ પુસ્તક વાંચીને જ નક્કી કરો ને! રશ્મિ બંસલના બેસ્ટસેલર Follow Every Rainbow નો સોનલ મોદી દ્વારા અત્યંત પ્રવાહી તથા સરળ શૈલીમાં થયેલ અનુવાદ ‘મેઘધનુષી માનુનીઓ’ માત્ર સ્ત્રીઓ જ નહિ, પુરુષો માટે પણ પ્રેરણારૂપ છે. ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.openinapp.co/gcc-books-store-5