GCC BOOKS STORE: સપનાનાં સોદાગરો આ દેશના પાયાના પ્રશ્નોનું નવા નજરિયાથી નિરાકરણ લાવવાનું સ્વપ્ન સાકાર કરનાર વીસ વીરલ સમાજસેવકોની અત્યંત પ્રેરક કહાણીઓ... બિંદેશ્વર પાઠકમાં જોમ હતું... અરવિંદ કેજરીવાલ અડીખમ રહ્યા. ભૂષણ પુનાનીએ અજવાસ પ્રસાર્યો... ‘સપનાનાં સોદાગરો' એટલે એવા વીસ આદર્શવાદી વીરલાઓની જીવનગાથાઓ, કે જેમણે ઉદ્યોગસાહસિકતા અને સમાજસેવાને પરસ્પર વિરોધી તરીકે નહીં, પરંતુ એકમેકના પર્યાય તરીકે માનીને દેશના પાયાના પ્રશ્નોનું નિરાકરણ કરવાની કોશિશ કરી. મેનેજમેન્ટના નિયમો ફકત ‘પોથીમાંના રીંગણા’નથી, તે સાબિત કરવાની કમર કસી છે. આ પુસ્તક વાંચનારને એક બાબત તો ચોક્કસ સમજાશે. પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે એકાદ અણ્ણા હજારે પણ પૂરતા છે અને એ વ્યકિત કદાચ તમે પણ હોઇ શકો! ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.openinapp.co/gcc-books-store-7