વનદેવતા

₹310   ₹349(11% off)

₹313.1 (including 1% GCC સહાય ફંડ)

GCC BOOKS STORE: જળ, જંગલ અને જમીન માટે સંઘર્ષ કરનાર આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની કહાની...વનદેવતા ભગવાન બિરસા મુંડા ભારતના આદિવાસી સ્વતંત્રતા સેાની અને લોકનાયક છે. જળ, જંગલ અને જમીન માટે સંઘર્ષ કરનારા બિરસામુંડા આદિવાસીઓના હકો માટે લડતાં-લડતાં માત્ર રપ વર્ષની વયે શહીદ થયાં અને આજે સમગ્ર દેશમાં ભગવાન તરીકે પૂજાય છે. ભારત દેશ તેની આઝાદીનાં ૭૫ વર્ષ એટલે કે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે યુવા લેખક-પત્રકાર અને સાધના સાપ્તાહિકનાં સહતંત્રી શ્રી રાજ ભાસ્કર ભગવાન બિરસા મુંડા વિશેનું પુસ્તક “વનદેવતા” પ્રકાશીત કરવા જઇ રહ્યા છે. “વનદેવતા” ભગવાન બિરસા મુંડાના જીવન આધારિત નવલકથા છે જે ગુજરાતી ભાષામાં પ્રથમ વખત લખાયેલ છે એવું કહેવાય છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે એમના હાથમાં બાઇબલ હતું અને આપણા હાથમાં જમીન, પરંતુ એ ગયા ત્યારે આપણા હાથમાં બાઇબલ રહી ગયું અને એમના હાથમાં જમીન. આ એક જ વાક્યમાં અંગ્રેજોના પત્ર્યંત્રની સમગ્ર કહાની બયાન થઈ જાય છે. એ લોકો ભારત લૂંટવા આવ્યા હતા અને એ માટે એમણે ધર્માંતરણનો પણ મોટા પાયે ઉપયોગ કર્યો હતો, પણ અંગ્રેજોના આ અત્યાચારોનો જડબાતોડ જવાબ આપ્યો આદિવાસી વીરપુરુષ બિરસા મુંડાએ. તેમણે હજ્જારો મુંડા આદિવાસીઓમાં હિંમત જુટાવીને જળ, જંગલ અને જમીન માટે સંઘર્ષ કર્યો અને અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી નાંખ્યા. આજેય બિરસા મુંડા આદિવાસીઓના ભગવાન તરીકે પૂજાય છે અને ધરતી આબા‘ એટલે કે ‘જગતપિતા તરીકે સૌ એમને માન આપે છે. બિરસા મુંડા ભારતના આદિવાસી સ્વતંત્રતા સેનાની અને લોકનાયક છે. માત્ર ૨૫ વર્ષની વયે આદિવાસીઓના હકો માટે લડતાં લડતાં શહીદ થનારા બિરસા ભારતનું ગૌરવ છે. એમણે ભારત વર્ષની આઝાદીના ઇતિહાસમાં વીરતાનું એક અનોખું પ્રકરણ ઉમેર્યું છે, જેના માટે આપણો ઇતિહાસ સદૈવ એમનો ઋણી રહેશે. આવા મહાન વીરપુરુષ ભગવાન બિરસાના સંઘર્ષ, સાહસ, વીરતા અને દિવ્યજીવનની આ ક્હાની નવલકથા રૂપે આ પુસ્તકમાં પ્રકાશિત કરી છે. બિરસાના મૃત્યુને આજે ૧૨૧ વર્ષ વીતી ગયાં છે. ભારતની આઝાદીનાં ૭૫ વર્ષ થયાં છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવના આ અવસરને અમે આ પુસ્તક-પુષ્પના તોરણથી આવકારી રહ્યા છીએ. અંગ્રેજો સામે આઝાદીનું રણશીંગુ ફૂંકનાર ભગવાન શ્રી બિરસા મુંડાને આ પુસ્તક થકી અમે શબ્દરૂપી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. 300 પેજ ની અદભુત Book દરેક મિત્ર એ વસાવવા જેવી છે 49 ભાગમાં ખૂબ સુંદર રીતે સમગ્ર જીવનચરિત્ર છે ઈન્ડેક્સ માં વધુ માહિતી છે ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે લિંક https://t.openinapp.co/gcc-books-store

More Products