આપણી તમામ જરૂરિયાતો અને લક્ષ્યાંકને પૂરા કરવા માટે જીવનના દરેક તબક્કે નાણાંની જરૂર પડતી હોવા છતાં ખૂબ જ દુર્ભાગ્યની વાત છે કે આપાણા પૈકી મોટાભાગના લોકો નાણાકીય બાબતે બેદરકાર છે અને રોકાણના આયોજન પાછળ અને સમાયંતરે તેની વૃદ્ધિ કેવી રીતે થાય તે માટે ભાગ્યે જ સમય આપે છે. મોટાભાગના લોકો બચત કરે છે પરંતુ તેનું યોગ્ય રોકાણ નથી કરતા જેને કારણે સંપત્તિનું ઓછું સર્જન થાય છે. ઘણાં લોકો તો તેમની બચત અને કમાણીની મહામૂલી મૂડીનું રોકાણ ક્યાં કરવું તેના તમામ વિકલ્પો પણ જાણતા નથી હોતા અને કેટલાક લોકોને તેનું પૂરતું જ્ઞાન પણ નથી હોતું. ઘણાં લોકોને એ વાતની જાણકારી નથી હોતી કે તેઓ વિવિધ ડિડક્શન મારફતે કાયદેસર રીતે તેમનો ટેક્સ(કર) કેવી રીતે બચાવી શકે છે. આ પુસ્તક આવા તમામ લોકો માટે છે. ટૂંકમાં, આ પુસ્તક એવા લોકો માટે છે, જેઓ કમાણી કરે છે, અથવા ટૂંક સમયમાં કમાણી શરૂ કરવાના છે. આ પુસ્તકની શરૂઆતમાં બચત અને રોકાણનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે, ત્યાર પછી તમામ પ્રકારના વીમા(ઈન્સ્યોરન્સ)ની જરૂરિયાત અને મહત્ત્વ વિશે સમજણ અપાઈ છે અને ત્યારપછી રોકાણના મુખ્ય વિષય પર વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આ પુસ્તકમાં રોકાણના વિવિધ વિકલ્પોની વાત કરવામાં આવી છે જેમાં ઓછું એખમ ધરાવતી બેંક ડિપોઝીટ, પીપીએફ, એનએસસી, મ્યુચ્યુઅલ ફંડ્સ, વગેરેથી લઈને વધુ જોખમ ધરાવતા શેર, કોમોડિટીઝ કે રિયલ એસ્ટેટ જેવા વિકલ્પોની પણ રજૂઆત કરવામાં આવી છે જેના દ્વારા તમે સમય જતાં તબક્કાવાર રીતે તમારી સંપત્તિનું સર્જન કરી શકો છો. ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે https://t.me/gccbooksstore/7260